Skip to main content

વિમુક્તા


વિમુક્તા : મુક્તિની શોધમાં સ્ત્રીની સફર

કેટલીક પુસ્તકો આપણે વાંચીએ છીએ અને પછી બંધ કરી દઈએ છીએ. પરંતુ કેટલીક કૃતિઓ એવી હોય છે જે પુસ્તક બંધ કર્યા પછી પણ આપણા મનમાં ખુલ્લી જ રહે છે. વોલ્ગાની વિમુક્તા મારા માટે એવું જ એક પુસ્તક રહ્યું.


આ પુસ્તક વાંચતી વખતે મને માત્ર રામાયણની જાણીતી કથા ફરી વાંચવાનો અનુભવ થયો નથી, પરંતુ એ જ કથાને સ્ત્રીની નજરે જોવાનો એક નવો રસ્તો મળ્યો. જે સ્ત્રીઓ વિશે આપણે બાળપણથી સાંભળતા આવ્યા છીએ, તેમના જીવનને આ પુસ્તક એક અલગ પ્રશ્ન સાથે સામે લાવે છે સ્ત્રીને ખરેખર મુક્તિ ક્યારે મળે છે?

વોલ્ગા એટલે તેલુગુ લેખિકા પી. લલિતાકુમારી, જેઓ પોતાની નારીવાદી લેખનદૃષ્ટિ માટે જાણીતા છે. વિમુક્તા મૂળ તેલુગુ કૃતિ છે અને તેમાં સીતાને કેન્દ્રમાં રાખીને રામાયણની કેટલીક સ્ત્રીપાત્રોની કથાઓને નવા દૃષ્ટિકોણથી રજૂ કરવામાં આવી છે. સીતાની મુલાકાત શૂર્પણખા, અહલ્યા, રેણુકા અને ઊર્મિલા જેવી સ્ત્રીઓ સાથે થાય છે. આ સ્ત્રીઓ સીતાને માત્ર પોતાની વાત નથી કહેતી, પરંતુ તેને પોતાની જિંદગીને ફરીથી સમજવામાં મદદ કરે છે. 


રામાયણની કથા, પરંતુ સ્ત્રીની નજરથી

રામાયણમાં આપણે સામાન્ય રીતે રામને નાયક અને સીતાને પતિવ્રતા સ્ત્રી તરીકે જોતા આવ્યા છીએ. પરંતુ વિમુક્તામાં ધ્યાન થોડું બદલાઈ જાય છે. અહીં પ્રશ્ન એ નથી કે “સીતાએ શું સહન કર્યું?”, પરંતુ પ્રશ્ન એ બને છે કે “સીતાએ પોતાને ક્યારે ઓળખી?”

આ બદલાયેલો દૃષ્ટિકોણ જ મને આ પુસ્તકની સૌથી મહત્વની બાબત લાગી.

શૂર્પણખા વિશે આપણે સામાન્ય રીતે તેના નાક-કાન કપાવવાની ઘટના અને તેના રાવણની બહેન હોવાની ઓળખ સુધી જ વિચારીએ છીએ. પરંતુ વોલ્ગા તેના જીવનને માત્ર “ખલનાયિકા” તરીકે નથી જોતી. અહલ્યા, રેણુકા અને ઊર્મિલા સાથે પણ આવું જ થાય છે. દરેક સ્ત્રી પોતાની રીતે સમાજ, સંબંધો અને પુરુષપ્રધાન વ્યવસ્થાના પ્રશ્નો સામે ઊભી થાય છે.


આથી પુસ્તક વાંચતાં મને એક પ્રશ્ન વારંવાર થયો 

કોઈ સ્ત્રીને માત્ર એટલા માટે દોષી કેમ માનવામાં આવે છે કે તેણે સમાજ દ્વારા નક્કી કરેલી સીમા પાર કરી?


મુક્તિ એટલે શું?


પુસ્તકનું નામ જ વિમુક્તા છે એટલે કે મુક્ત થયેલી.

પરંતુ અહીં મુક્તિનો અર્થ માત્ર ઘર છોડવો કે કોઈ સંબંધમાંથી બહાર આવવો નથી. મુક્તિ એટલે પોતાના વિશે પોતે વિચારવાની ક્ષમતા, પોતાના નિર્ણયને માન્યતા આપવી અને પોતાની ઓળખને માત્ર પત્ની, માતા, પુત્રી કે કોઈ પુરુષ સાથે જોડાયેલી ઓળખ સુધી સીમિત ન રાખવી.

મને અહીં સૌથી વધુ વિચાર આવ્યો કે સમાજ સ્ત્રીને ઘણી ઓળખ આપે છે પત્ની, માતા, પુત્રી, વહુ પરંતુ ઘણી વખત “તે પોતે એક વ્યક્તિ છે” એ ઓળખ પાછળ રહી જાય છે.

આ પુસ્તક એ જ ઓળખને આગળ લાવે છે.

સ્ત્રીઓ વચ્ચેનું બહેનપણું

વિમુક્તામાં મને સૌથી સુંદર લાગેલો વિચાર છે સ્ત્રીઓ એકબીજાને મુક્તિ તરફ લઈ જઈ શકે છે.

સીતાને પોતાની સમસ્યાઓ સમજવામાં માત્ર કોઈ પુરુષ મદદ કરતો નથી. તે બીજી સ્ત્રીઓના અનુભવોમાંથી શીખે છે. શૂર્પણખા, અહલ્યા, રેણુકા અને ઊર્મિલાની પોતાની પીડા છે, પરંતુ તેઓ પોતાની પીડાને માત્ર દુઃખ તરીકે રાખતી નથી. તેમના અનુભવો સીતાને પોતાને સમજવામાં મદદ કરે છે. વોલ્ગાએ પણ આ સ્ત્રી-સંબંધને “sisterhood” સાથે જોડ્યો છે. 

આ વાંચીને મને લાગ્યું કે ઘણી વખત એક સ્ત્રી બીજી સ્ત્રીને સમજવામાં જેટલી મદદ કરી શકે છે, એટલી કદાચ કોઈ બહારની વ્યક્તિ પણ ન કરી શકે.

કારણ કે સ્ત્રીના જીવનના કેટલાક અનુભવ એવા હોય છે જે શબ્દો વગર પણ સમજાઈ જાય છે.


સ્ત્રી માટે બનાવેલા નિયમો

પુસ્તક વાંચતી વખતે મને વારંવાર એવું લાગ્યું કે આ માત્ર પ્રાચીન સમયની સ્ત્રીઓની વાત નથી.

આજે પણ સ્ત્રીને લઈને કેટલાય પ્રશ્નો પૂછવામાં આવે છે 

તે ક્યાં ગઈ હતી?

તે કોની સાથે હતી?

તેણે શું પહેર્યું હતું?

તેણે આ નિર્ણય કેમ લીધો?

તેણે લગ્ન કેમ ન કર્યા?

લગ્ન કર્યા પછી પોતાનું જીવન કેમ પસંદ કર્યું?

માતૃત્વ વિશે તેનો નિર્ણય શું છે?

એટલે વિમુક્તા મને માત્ર રામાયણનું પુનર્લેખન લાગતું નથી. તે આજના સમાજ સામે પણ એક અરીસો રાખે છે.

વોલ્ગાની કૃતિમાં સ્ત્રીના શરીર, સૌંદર્ય, પવિત્રતા, લગ્ન, માતૃત્વ અને ફરજ જેવી બાબતોને પ્રશ્ન કરવામાં આવે છે. આ કારણે પુસ્તક વાંચ્યા પછી મને લાગ્યું કે કેટલીક “સામાન્ય” માન્યતાઓને આપણે માત્ર એટલા માટે સ્વીકારી લઈએ છીએ કારણ કે તે લાંબા સમયથી ચાલતી આવી છે.

પરંતુ જૂનું એટલે હંમેશાં સાચું હોય એવું જરૂરી નથી.


મારા માટે ‘વિમુક્તા’

આ પુસ્તક મારા માટે ખાસ એટલા માટે પણ છે કે આ મારી પોતાની વ્યક્તિગત પુસ્તક-સંગ્રહની શરૂઆતનું પુસ્તક છે. તેથી તેને વાંચવાનો અનુભવ માત્ર “એક પુસ્તક વાંચ્યું” એટલો રહ્યો નથી.

વાંચતી વખતે મને લાગ્યું કે સાહિત્ય આપણને જવાબ આપવા કરતાં ઘણી વખત સાચા પ્રશ્નો પૂછવાનું શીખવે છે.

વિમુક્તાએ મને પણ કેટલાક પ્રશ્નો પૂછ્યા

હું કોણ છું?

મારી ઓળખ બીજાઓ દ્વારા નક્કી થવી જોઈએ કે હું પોતે તેને નક્કી કરી શકું?

સંબંધોમાં રહીને પણ વ્યક્તિ પોતાની સ્વતંત્રતા જાળવી શકે?

સમાજ જે વાતને “ફરજ” કહે છે, તે ખરેખર ફરજ છે કે વર્ષોથી બનાવવામાં આવેલો નિયમ?

મને લાગે છે કે આ જ પુસ્તકની સૌથી મોટી અસર છે. તે આપણને માત્ર સીતાની મુક્તિ વિશે વિચારતું નથી બનાવતું; તે આપણને આપણી પોતાની અંદરની બંધનો વિશે પણ વિચારવા મજબૂર કરે છે.

અંતમાં...

વિમુક્તા વાંચ્યા પછી મારા માટે “મુક્તિ” શબ્દનો અર્થ થોડો બદલાઈ ગયો છે.

મુક્તિનો અર્થ હંમેશાં કોઈ જગ્યાથી દૂર જવું નથી. ક્યારેક મુક્તિ એટલે પોતાના મનમાં ઊભા થયેલા પ્રશ્નોને દબાવી ન દેવા.

ક્યારેક મુક્તિ એટલે “લોકો શું કહેશે?” કરતાં “મારે શું જોઈએ છે?” એવો પ્રશ્ન પૂછવો.

અને કદાચ સૌથી મહત્વની મુક્તિ એ છે કે સ્ત્રી પોતાની જાતને માત્ર કોઈની પત્ની, કોઈની માતા, કોઈની પુત્રી કે કોઈની જવાબદારી તરીકે નહીં, પરંતુ એક સ્વતંત્ર માનવી તરીકે જોઈ શકે.

વોલ્ગાની વિમુક્તા મારા માટે એટલે માત્ર સીતાની મુક્તિની કથા નથી.

તે પોતાની ઓળખ શોધતી દરેક સ્ત્રીની અંદરની સફરની કથા છે.

અને કદાચ આ જ કારણ છે કે પુસ્તક પૂરું થઈ ગયું હોવા છતાં તેની કેટલીક વાતો હજુ મારા મનમાં અધૂરી નથી પરંતુ સતત ચાલતી રહે છે.


References

“JLF 2017: Sita and the Exploration of Sisterhood.” Hindustan Times, 2017. Hindustan Times article⁠

Volga. Vimukta. Translated by Minal Dave, Gujarati translation.

Comments

Popular posts from this blog

MAHARAJA (2024)

  FILM STUDIES WORKSHEET: MAHARAJA (2024) Introduction: In contemporary Tamil cinema, Maharaja (2024), directed by Nithilan Saminathan, stands out as a masterclass in editing and non-linear storytelling. The film invites viewers into a layered narrative where time folds and unfolds, revealing truths in fragments. This blog explores how editing techniques shape the narrative structure and emotional resonance of Maharaja, based on a film studies worksheet designed by Dr. Dilipsir Barad.  (Click Here)  Analysing Editing & Non-Linear Narrative   PART A: BEFORE WATCHING THE FILM   What is non-linear narration in cinema? Non-linear narration is a storytelling method where events are presented out of chronological sequence. Instead of moving directly from beginning to end, the narrative jumps between past, present, and future. This technique can enhance suspense, deepen character exploration, and reveal information strategically.   Example: In Maharaja (2024),...

Jean Rhys' WIde Sargasso Sea

 Jean Rhys: An Introduction Jean Rhys (1890–1979) was a Dominican-born British writer who grew up on the Caribbean island of Dominica. Her identity as a white Creole woman shaped much of her writing, which often explores feelings of exile, displacement, and marginality. After moving to England at sixteen, she experienced alienation, poverty, and loss, which left a deep mark on the mood and tone of her fiction. Rhys is widely remembered for giving voice to outsiders—especially women silenced or misunderstood by dominant cultures. Her most celebrated work, Wide Sargasso Sea (1966), revived her literary career after years of obscurity. Wide Sargasso Sea Published in 1966, Wide Sargasso Sea is a postcolonial response to Charlotte Brontë’s Jane Eyre . It reimagines the story of Bertha Mason—the so-called “madwoman in the attic”—and gives her a voice through the character of Antoinette Cosway, a white Creole woman living in Jamaica and Dominica during the 1830s. The novel examines how r...

The Only Story by Julian Barnes

The Only Story   This blog post has been written in response to an academic activity assigned by Prof. Dr. Dilip Barad . The worksheet forms part of our study of the contemporary novel The Only Story by Julian Barnes . Click here for Teacher's blog  Video 1: Plot Summary and Characters This video offers an introduction to the key characters of the novel and presents a concise overview of the plot. The Only Story , a contemporary novel by Julian Barnes published in 2018, is structured into three parts and opens with the classical definition of the novel taken from Dr. Samuel Johnson ’s Dictionary of the English Language (1755). Novel: A small tale, generally of love.  Samuel Johnson  The main characters of The Only Story are Paul Roberts , a nineteen-year-old young man, and Susan Macleod , a forty-eight-year-old married woman. Susan is the wife of Gordon Macleod and the mother of two daughters, Martha and Clara, who are older than Paul. The novel revolves around th...